સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કોટી અતિરુદ્ર મહાયજ્ઞ

“સર્વે શિવ ભક્તોને આ પોસ્ટ ખાસ પૂરી વાંચવી, સર્વે શિવભક્તોના કલ્યાણનું કાર્ય છે.” ૧૨ જ્યોર્તિલિંગ કોટી અતિરુદ્ર મહાયજ્ઞમાં ૧૨ ગ્રુપ બનાવી, જેમાં ૨૬ દંપતિ (પતિ-પત્ની) (૫૨), તથા ૨૬ સિંગલ શિવભક્ત બ્રાહ્મણ ભાઈઓ તથા બહનો યજમાન પદે રહેશે. ૧૫ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ ૦૧ ગ્રુપમાં એક જ્યોર્તિલિંગમાં રહેશે. એજ રીતે ૧૨ જ્યોર્તિલિંગમાં ૨૬ દંપતિઓ X ૧૨ જ્યોર્તિલિંગ = ૩૧૨ (૬૨૪ પતિ-પત્ની) દંપતિઓ ભાગ લેશે. તથા સિંગલ બ્રાહ્મણ ભાઈઓ / બેહનો ૨૬ X ૧૨ = ૩૧૨, ભાઈઓ / બેહનો ભાગ લેશે. અને એજ રીતે ૧૫ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણોનું એક ગ્રુપ એટલે કે ૧૫ X ૧૨ જ્યોર્તિલિંગ = ૧૮૦ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણો ભાગ લેશે. એટલે કે ૧૨ જ્યોર્તિલિંગના કૂલ ૧,૧૧૬ બ્રાહ્મણના ભાઈઓ / બેહનો ભાગ લેશે. એટલે કે આ રીતે ૧૨ X ૯ = ૧૦૮ કૂંડી કોટી અતિરુદ્ર મહાયજ્ઞ ૧૨ જ્યોર્તિલિંગ યજ્ઞમાળાનું આયોજન કરેલ છે.

સૂચના: આ ત્રણ અતિરુદ્રનું આયોજન હતું, જેમાં શિવભક્તો બ્રાહ્મણોની સંખ્યા વધતાં હવે ૧૧ અતિરુદ્ર મહાયજ્ઞ થશે, એટલે કે એક કોટી અતિમહારુદ્રયજ્ઞ સંપન્ન થશે. જેમાં જે કોઈ યજમાનપદે બ્રાહ્મણો ભાગ લેશે જેમની માસિક આવક રૂ. ૨૦,૦૦૦ થી ઓછી હશે, તેવા ભૂદેવ યજમાનોને જ આવવા-જવાનું ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડુ ચૂકવવામાં આવશે. બાકીના સક્ષમ ભૂદેવ યજમાનોને આવવા-જવાનું ભાડા ખર્ચ પોતેજ ભોગવવાનો રહેશે. અને બધાજ શિવભક્તોને સમૂહમાં રેહવાનો ખર્ચ, જમવાનો ખર્ચ, યજ્ઞ-સામગ્રીનો ખર્ચ, સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન – ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. અને સક્ષમ બ્રાહ્મણો, અને સનાતની હિન્દુઓ સ્વેછિક ફાળો આપવા માંગતા હોય તો સ્વીકારવામાં આવશે. સર્વે બ્રાહ્મણો તથા સનાતની હિન્દુઓ એ ખાસ નોંધ લેવા વિનંતી.

વધુ વાંચો

વેબસાઈટ: www.brahmvikas.org ટચ કરી આપનુ નામ નોંધાવી શકો છો. સૌના સહકાર ની અપેક્ષા સાથે મહાદેવ હર...

સમસ્ત હિન્દુ જનકલ્યાણાર્થે આયોજન

  • કોટી અતિરુદ્ર મહાયજ્ઞ
    • તારીખ : ૧૯-૦૨-૨૦૨૬, ગુરુવાર થી તારીખ : ૨૭-૦૨-૨૦૨૬, શુક્રવાર
    • સમય : સમય : સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાકે અને બપોરે ૩:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી

આપણે આપણા સંતાનોને ધર્મજ્ઞાન થી અજાણ રાખશું, વંચિત રાખશું તો અધર્મીઓ તેમનું જ્ઞાન સરળતાથી આપણા સંતાનો માં સ્થાપીત કરી દેશે, તો આપણે પશ્ચાતાપ સિવાય કંઈ કરી સકશું નહીં, આ વાત થી આપણે અજાણ રહેવું જોઈએ નહીં.

શ્રી હર્ષદભાઈ જી. વ્યાસ
પ્રમુખશ્રી,
શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર

લાઇવ પ્રસારણ

કોટી અતિરુદ્ર મહાયજ્ઞ

તારીખ : ૧૯-૦૨-૨૦૨૬, ગુરુવાર થી તારીખ : ૨૭-૦૨-૨૦૨૬, શુક્રવાર
સમય : સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાકે અને બપોરે ૩:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી